ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ:-ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ને લઈ સૌથી મોટા સમાચાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે.
આ પણ વાંચો :- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2023
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી, 2022
મતદાન ઘટનાઓ | 1 લી તબક્કો (89 એસી) | 2 જી તબક્કો (93 એસી) |
---|---|---|
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ | 5મી નવેમ્બર, 2022 (શનિવાર) | 10મી નવેમ્બર, 2022 (ગુરુવાર) |
નામાંકન કરવાની છેલ્લી તારીખ | 14મી નવેમ્બર, 2022 (સોમવાર) | 17મી નવેમ્બર, 2022 (ગુરુવાર) |
નામાંકનોની ચકાસણી માટેની | 15મી નવેમ્બર, 2022 (મંગળવાર) | 18મી નવેમ્બર, 2022 (શુક્રવાર) |
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ | 17મી નવેમ્બર, 2022 (ગુરુવાર) | 21મી નવેમ્બર, 2022 (સોમવાર) |
મતદાનની તારીખ | 1લી ડિસેમ્બર, 2022 (ગુરુવાર) | 5મી ડિસેમ્બર, 2022 (સોમવાર) |
મતગણતરી તારીખ | 8મી ડિસેમ્બર, 2022 (ગુરુવાર) | 8મી ડિસેમ્બર, 2022 (ગુરુવાર) |
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે | 10મી ડિસેમ્બર, 2022 (શનિવાર) | 10મી ડિસેમ્બર, 2022 (શનિવાર) |
આ પણ વાંચો :- ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022
ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં નવેમ્બર અંતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે એવી અટકળો પણ ચર્ચાઈ રહી છે.
- પહેલો તબક્કો : 01/12/2022
- બીજો તબક્કો : 05/12/2022
- પરિણામ: 08/12/2022