GSEB SSC HSC RESULT: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ માર્ચ મહિના મા લેવામા આવી હતી.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રીઝલ્ટ બોર્ડ દ્વારા તા. 2-5-2023 ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ GSEB SSC HSC RESULT ક્યારે આવશે તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે શિક્ષણમંત્રીએ GSEB SSC RESULT DATE અને GSEB HSC RESULT DATE અંગે સંભવિત તારીખો વ્યકત કરી હતી. ચાલો જાણી ડીટેઇલ માહિતી.

GSEB SSC HSC RESULT
પોસ્ટનું નામ | GSEB SSC RESULT DATE GSEB HSC RESULT DATE |
પરીક્ષા બોર્ડ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
રીઝલ્ટ સ્ટેટસ | હજુ જાહેર થયેલ નથી |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ |
પરિણામની તારીખ | મે મહિનાના અંતમા અથવા જુન મહિનાના પહેલા વીકમાં |
ઓફીસીયલ વેબસાઈટ | gseb.org |
GSEB SSC RESULT DATE
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામા આવી હતી. તા. 2 મે 2023 ના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જાહેર કર્યું હતું. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, મે મહિનાના અંતિમ સપ્તાહમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામા આવે તેવી શકયતાઓ છે.
રાજયમાં પરીક્ષા પૂર્ણ થતાં બોર્ડના પેપર ચકાસણીની કામગીરી હવે પૂર્ણ થવા આવી છે અને હાલ ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. જે પૂરી થતા મે મહિનામાં ધો.10- પરિણામ આવવાની સંભાવના રહેલી છે. જે અનુસાર, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવાનો નિર્ધાર શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો તે મુજબ ગત વર્ષ કરતા 10 દિવસ વહેલું પરિણામ જાહેર કરવામા આવ્યુ હતુ.
GSEB HSC RESULT DATE
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જ્યારે ધોરણ 10 નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થવાની શકયતાઓ રહેલી છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ gseb.org પર જ જાહેર કરવામાં આવશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામા આવશે.
ધોરણ 10ની ઉત્તરવહીની મૂલ્યાંકનની કામગીરી માટે રાજ્યમાં 163 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કિ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર 28,000 શિક્ષકો એ પેપર ચકાસણીની કામગીરી કરી હતી. હાલ બોર્ડ પરિણામ માટે ડેટા એન્ટ્રીની કામગીરી ચાલી રહી છે. ધોરણ 10 અને 12 સાયન્સ તથા 12 સામાન્ય પ્રવાહમાં 15 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
SSC HSC Result On Whatsapp
દર વર્ષે બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની પરીક્ષાના રીજલ્ટ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામા આવે છે. બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીજલ્ટ મા એક નવતર અભિગમ અપનાવવામા આવ્યો હતો. જેમા વિદ્યાર્થીઓ Whatsapp દ્વારા પણ પોતાનુ રીજલ્ટ મેળવી શકતા હતા. ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 સામનય પ્રવાહના રીજલ્ટ મા પણ આ સુવિધા બોર્ડ દ્વારા આપવામા આવે તેવી શકયતા છે.
ચાલો જાણીએ ધોરણ 10 અને 12 નુ પરીણામ Whatsapp દ્વારા કઇ રીતે મેળવવુ?
- Whatsapp મા બોર્ડ પરીક્ષાનુ રીજલ્ટ મેળવવા માટે નીચેના સરળ સ્ટેપ મુજબ પ્રોસેસ કરતા રીજલ્ટ મળી શકસે.
- આ માટે સૌ પ્રથમ GSEB SSC RESULT whatsapp number 6357300971 તમારા ફોનમા સેવ કરવાનો રહેશે.
- ત્યારબાદ આ નંબર પર તમારો બોર્ડ પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરવાનો હોય છે.
- તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે રીપ્લાય આપવામા આવશે.
GSEB RESULT DATE
ધોરણ 10 અને ધોરણ 12 સામનય પ્રવાહનુ રીજલ્ટ ક્યારે આવશે તે બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. બોર્ડ દ્વારા હજુ ધોરણ 10 અએન ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ રીજલ્ટ ક્યારે જાહેર કરવામા આવશે તે બાબતે કોઇ ઓફીસીયલ નોટીફીકેશન જાહેર કરવામા આવી નથી. અહિં વિદ્યાર્થીઓને માહિતી મળે તે માટે વિવિધ ન્યુઝ ના આધારે માહિતી એકત્ર કરી મૂકેલી છે. જ્યારે પણ રીજલ્ટ ની તારીખ ડીકલેર થશે ત્યારે બોર્ડ દ્વારા એની સતાવાર વેબસાઇટ પર જાણકારી આપવામા આવે છે. GSEB SSC Result 2023 ની લેટેસ્ટ માહિતી માટે ઓફીસીયલ વેબસાઇટ gseb.org ચેક કરતા રહેવુ.
આ વખતે શિક્ષણ બોર્ડની પેપર મૂલ્યાંકન ની અને રિઝલ્ટ તૈયાર કરવાની તૈયારીઓ જોતા દર વખત કરતા વહેલા રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઇ રહિ છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ અંગે વધુ અપડેટ આવ્યે ઉપલબ્ધ કરાવતા રહિશુ.
ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ આવ્યા બાદ વાલીઓ તેમના બાળકોને આગળ કયા કોર્સ મા એડમીશન લેવુ તેની મથામણ મા હોય છે. કારકિર્દી માર્ગદર્શન માટે ગુજરાત માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતો કારકિર્દી માર્ગદર્શન અંકનો અભ્યાસ કરશો.
અગત્યની લીંક
GSEB Official Website | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |