GSEB: ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ

ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB SSC RESULT 2023): તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

ધોરણ 10 પરિણામ 2023

પોસ્ટનું નામધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખજૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org
ધોરણ 10 પરિણામ 2023

ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?

ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.

આ પણ વાંચો :-  આ યોજના હેઠળ રૂપિયા 15000ની સહાય મળશે, ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી.

ધોરણ 10 પરિણામ 2023નું પરિણામ ક્યારે જાહેર થશે ?

ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *