જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના (Gyan Sadhana Scholarship): રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. આ નવી શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થીઓના શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે ફાયદાકારક સાબિત થશે. આ યોજનાનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ થશે.
ગુજરાત સરકારે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે
- ધો. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન તમને વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે
- ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 25 હજારની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે
આ પણ વાંચો :- ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023: કુલ 1499 જગ્યાઓ, ઓનલાઈન ફોર્મ ભરો
1 થી 8 ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ આપવામાં આવશે
- પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના જાહેર કરી છે. જેમાં દર વર્ષે 25 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ હેઠળ, ધો. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન, તમને વાર્ષિક 20 હજાર રૂપિયા મળશે. તે સિવાય ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25 હજારની સ્કોલરશિપ આપવામાં આવશે. જ્યારે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને પણ આ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે.

શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે.
- શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે. વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. ધોરણ 9 થી 12 દરમિયાન જો કોઈ વિદ્યાર્થી કોઈપણ વર્ગમાં નાપાસ થાય, અથવા શાળા છોડી દે, અને વિદ્યાર્થી સામે કોઈ ગંભીર પગલાં લેવામાં આવે તો, આ યોજનાનો લાભ બંધ થઈ જશે.
IMPORTANT LINKS
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) – ૨૦૨૩ પ્રાથમિક પરીક્ષા ગુજરાતી માધ્યમ પરીણામનું જાહેરનામું
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 2023 નો હાઇલાઇટ પોઇન્ટ
યોજના | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના |
અમલીકરણ વિભાગ | શિક્ષણ વિભાગ |
લાભાર્થી | ધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ |
સ્કોલરશીપ | ધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000 ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000 |
ફોર્મ ભરવાની તારીખો | 11-5-2023 થી 26-5-2023 |
પરીક્ષા તારીખ | 11-6-2023 |
ઓફીસીયલ વેબસાઇટ | www.sebexam.org |
પસંદગી | પરીક્ષા દ્વારા |
Gyan Sadhana Scholarship 2023 Important Dates
- જાહેરાત તારીખ: 11/05/2023
- ઓનલાઈન ફોર્મની શરૂઆતની તારીખ: 11/05/2023
- છેલ્લી તારીખ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ઑનલાઇન ફોર્મ: 26/05/2023
- પરીક્ષાની તારીખ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ: 11/06/2023
આ પણ વાંચો :- તલાટી આન્સર કી 2023
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા ફી
- પરીક્ષા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે કોઈ ફી નથી
પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ
- પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્ન-MCQ આધારિત હશે
- પરીક્ષાના ગુણ 120 અને સમય 1.30 કલાક છે
- પરીક્ષાની ભાષા અંગ્રેજી/ગુજરાતી છે
કસોટી | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરવા પાત્ર છે?
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સરકારી, સરકારી સહાયિત, સ્થાનિક સંસ્થાઓની શાળાઓમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે જેમાં માતાપિતાની આવક રૂ.થી વધુ ન હોય. 3,50,000/- પાએ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અરજી કરવા પાત્ર છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા- Selection Process
આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
- સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
- ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
ઓનલાઇન અરજી પ્રોસેસ– Online Application Process
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
- સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
- તેમા Apply Online પર ક્લીક કરો.
- તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
- ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
- ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
- છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કંફર્મ આપો.
- આ ફોર્મ ની પ્રિંટ કાઢી લો.
જ્ઞાન સેતુ પરીક્ષાનું મેરીટ પરિણામ લિસ્ટ અહીથી જુઓ
રીઝલ્ટ જોવા માટે | અહીં ક્લિક કરો |
જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
જ્ઞાન સાધના પરીક્ષા પરિણામ – | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
આ યોજના સારી છે અને મધ્યમ ઘર માં વિદ્યાર્થી ને સારી સહાય મળે. આ યોજના સારી છે શિક્ષણ માં વિદ્યાર્થી ને સારી એવી સહાય મળે છે. આવી યોજના પ્રસ્તુત કરી એ બદલ ખુબ જ આભાર. આવી યોજના થી ઘણા બધા મધ્યમ ઘર ના વિદ્યાર્થી ને પૂરું શિક્ષણ મળી શકે છે.