WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, બહું દુઃખદ ઘટના અનેક લોકો પુલ પરથી મચ્છું નદીમાં પટકાયા

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો:- બહું દુઃખદ ઘટના અનેક લોકો પુલ પરથી મચ્છું નદીમાં પટકાયા મોરબી શહેરની ઓળખસમો ઝૂલતો પુલ તૂટી પડતા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા છે. મણિમંદિર નજીક અને મચ્છ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બેસતા વર્ષના દિવસે જ આ ઝૂલતો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પર 500 જેટલા લોકો હતા, સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, 400થી વધુ લોકો ડૂબ્યાં છે.

મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો

મોરબીમાં ઝુલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના બની છે. જેના કારણે 500થી વધુ લોકો પુલ પરથી મચ્છુ નદીમાં પટકાયા છે. આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોતની આશંકા સેવવામાં આવી છે. હજુ મૃત્યુંઆંક વધી શકે છે. આ ઘટનામાં પુલ પરથી નદીમાં પટકાયેલા લોકોનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર 02822 243300 જાહેર કરવામાં આવ્યો​​​​​ છે.

આ પણ વાંચો:- ભારત અને સાઉથ આફ્રિકા મેચ

તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી

મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે.એમ.પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, સંદીપ વસાવા, સચિવશ્રી માર્ગ અને મકાન અને સુભાષ ત્રિવેદી, આઈ.જી સી.આઈ.ડી ક્રાઈમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- PM કિશાન મોબાઈલ એપ્લીકેશન

વડાપ્રઘાને દુ:ખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી અકસ્માતને લઈને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમો તૈનાત કરવા જણાવ્યું હતું. પીએમ મોદીએ પણ પરિસ્થિતિને નજીકથી અને સતત મોનિટર કરવા અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવાનું કહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂપિયા 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

આ પણ વાંચો :- લોક રક્ષક ભરતી 2023

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતા સર્જાઈ મોટી દુર્ઘટના..

 1. પૂલ તૂટી પડતા અનેક લોકો નદીમાં પડ્યા.
 2. કેટલાક લોકોના મોતની સેવાતી શંકા નવા વર્ષે જ લોકો માટે ખુલ્લો મુકાયો હતો ઝુલતો પુલ
 3. પૂલ અચાનક તૂટી પડતા નાસ ભાગ મચી ગઈ.મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે (26 October 2022) સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
 4. ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો.
 5. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.
 6. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે.
આ પણ વાંચો:- GD કોન્સટેબલ ભરતી

મોરબી :ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના

જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે.

 • જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
 • જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.

તાજા સમાચાર:-

હાલની બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે: હર્ષ સંઘવી

 1. હજુ ઘણા લોકો ગાયબ છે: હર્ષ સંઘવી
 2. મુખ્યમંત્રી – ગૃહમંત્રી સતત નિરીક્ષણમાં છે.
 3. રાત ભર ચાલેલું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત
 4. આવેલી NDRF બાદ ભુજ આર્મીની ટીમ પણ મોરબી આવી પહોંચી છે.
 5. કરછ,ભુજ આર્મીની ટિમ ચાર બોટ સહીત બચાવ સામગ્રી સાથે મોરબી આવી પહોંચી
 6. પુલ જયાં તૂટ્યો તે પાણીમાં આર્મીની ટિમ વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
 7. રાતના પોણા બે વાગે પણ મૃતદેહ મળી રહ્યા છે.
 8. મોરબી સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે
 9. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા
આ પણ વાંચો:- ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022

વધારે માહિતી માટે

દિવ્ય ભાસ્કર લેટેસ્ટ ન્યૂઝ રીપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો
રીઝલ્ટ ગુજ હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment