ઓનલાઇન બદલી કેમ્પ 2022-Online Badli Camp 2022@dpegujarat.in 

જે બદલ કેમ્પની લાંબા સમયથી રાહ જોવાતી હતી, ઓનલાઇન બદલી કેમ્પ 2022(Online Badli Camp 2022) તેઓ કેમ્પ ની જાહેરાત આજરોજ તારીખ 15-10-2022 ના રોજ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં પ્રાથમિક વિદ્યા સહાયક અને મુખ્ય શિક્ષક એમ સંકલિત બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તેના તબક્કાઓ પણ રજૂ કરવામાં આવેલ છે. dpe.gujarat.in

શું ચુટણીની આદર્શ આચારસંહિતા માં Online Badli Camp 2022 થશે?

હાલ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે તે પહેલા જ શિક્ષકો માટે Online Badli Camp 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આદર્શ આચારસંહિતા અમલમાં આવે ત્યારે જેથી જિલ્લાના ચૂંટણી અધિકારી સાથે વિચારવી વર્ષ કરી અને યોજનાર બદલી કેમ્પમાં નિમણૂક બાબતે અમલવારી કરવાનું નિર્ણય રહેશે.

ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ

ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના હજારો પ્રાથમિક શિક્ષકો અને શિક્ષણ સહાયકોની બદલીના નિયમોમાં ફેરફાર કરીને તેમને અસર થાય તેવા નિર્ણય લીધા છે. નવા નિયમ અનુસાર, ધોરણ 1 થી 5 (પ્રાથમિક શિક્ષણ) અને ધોરણ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ) હવે અલગ એકમ તરીકે ગણવામાં આવશે. આ એકમોમાં ફરજ બજાવતા શિક્ષક અથવા શિક્ષક સહાયકની પણ અલગથી બદલી કરવાની રહેશે. ટ્રાન્સફરનો પ્રકાર

ઓનલાઇન બદલી કેમ્પ 2022 ખાલી જગ્યાઓ કઈ રીતે દર્શાવાશે?

આ વર્ષે તારીખ 31-10-2022 ના રોજ નિવૃત્ત થનાર શિક્ષકોની ખાલી જગ્યાઓને ધ્યાને લઈ અને તા.01-11-2022 ની સ્થિતિએ જે વિભાગ કે વિષય મુજબ ચોખ્ખી ખાલી જગ્યાઓ આ બદલીમાં બતાવવામાં આવશે.
ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજન સમયે જે તે શિક્ષકો ના વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ થયેલ હોય પરંતુ જે શિક્ષકો છૂટા થયેલ ન હોય તે કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા દર્શાવવાની રહેશે અને જે શાળા તેમને ફાળવવામાં આવી છે તે જગ્યાને ભરેલ ગણવાની આવશે તે મુજબનો હુકમ થયેલ છે.

Online Badli Camp 2022 આંતરિક કે જિલ્લા ફેર બદલી

પ્રાથમિક તેમજ વિદ્યાસહાયકની અગાઉ આંતરિક કે જિલ્લા ફેર બદલી વખતે 10% થી વધુ ખાલી જગ્યા ના કારણે જે શિક્ષકો છૂટા થયેલ ન હોય તેવા કિસ્સામાં પણ મૂળ શાળાની જગ્યા ખાલી દર્શાવવાની રહેશે અને બદલીમાં જે શાળા પસંદ કરીએ છીએ તે શાળાને ભરેલ ગણવા રહેશે આ મુજબ જગ્યાઓ દર્શાવાશે.

 • તે મુજબ શિક્ષકોની બદલી કેમ્પ મા ભાગ લઇ શકશે.

વધ-ઘટ કેમ્પ અને જિલ્લા આંતરિક અરસ પરસ તારીખ

 • તા.20/10/2022 થી તા.29/10/2022 (જાહેર રજા સિવાય)
 • જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) પ્રથમ તબક્કો
 • તા.02/11/2022 થી તા.20/11/2022
 • જિલ્લા આંતરીક બદલી (ઓનલાઈન) બીજો તબક્કો
 • તા.23/11/2022 થી તા.02/12/2022 તા.06/12/2022 થી તા.08/12/2022
આ પણ વાંચો :-દિવાળી રંગોળી અને તેને બનાવવાની પધ્ધતિ 2022

જીલાફર બદલી કેમ્પ 2022

હવે ધોરણ 1 થી 5 બંને શિક્ષકો અને ધોરણ 6 થી 8 ના શિક્ષકોની સિનિયોરિટી અલગ-અલગ ગણવામાં આવશે. જેના કારણે હવે જિલ્લાના શિક્ષકોની બદલી કરવામાં સરળતા રહેશે. અત્યાર સુધી ધોરણ 1 થી 8 સળંગ એકમ ગણાતા હોવાથી ઘણા શિક્ષકો સિનિયોરીટીના લાભથી વંચિત રહેતા હતા અને તેમની બદલીઓમાં વિલંબ થતો હતો.

જીલ્લાફર બદલી કેમ્પ 2022ની જાણ dpegujarat.org પર થવાની શક્યતા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી માટે કાર્યવાહી શરૂ કરી છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી જિલ્લા બદલી માટે અરજીઓ મંગાવી છે.

 1. એકવાર જિલ્લા મેળા માટે અરજી કર્યા પછી તમારે બીજી વખત અરજી કરવાની રહેશે નહીં.
 2. અધૂરી વિગતો સાથેની વિનંતીઓ સ્વીકારવામાં આવશે નહીં.
 3. અત્યાર સુધીની નિમણૂકનો લાભ ન ​​મળ્યો હોવાનું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે.
 4. અરજી પેપર પર સિક્કાની સહી કરીને પ્રમાણપત્રો અને સી.આર. અને જરૂરી આધાર જોડાયેલ હોવું જ જોઈએ.
 5. સમયમર્યાદા પછી સબમિટ કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
 6. નિમણૂકથી આજ સુધીમાં એક પણ લાભાર્થીની બદલી કરવામાં આવી નથી તેવું પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે.

બદલી કેમ્પ પરિપત્ર મહત્વ પુર્ણ લિંક

HTAT બદલી કેમ્પ બાબતઅહીં ક્લિક કરો
તમામ કેમ્પ ની તારીખો બાબત ઓફિશિયલ પરિપત્રઅહીં ક્લિક કરો
શિક્ષક બદલી કેમ્પ સુધારા ઠરાવઅહીં ક્લિક કરો

ઓનલાઈન બદલી કેમ્પ વિશે વધુ માહિતી ઓનલાઈન ટ્રાન્સફર કેમ્પની જાહેરાત બાદ dpegujarat.in પોર્ટલ પર આપવામાં આવશે. જો કે, ગુજરાત પ્રાથમિક શિક્ષક બદલી કેમ્પ અને જીલ્લાફર બદલી કેમ્પ વિશેની નવીનતમ માહિતી પણ અમારી વેબસાઈટ પર મુકવામાં આવી છે. દરેક જિલ્લાના ઓનલાઈન બદલી કેમ્પ ખલી જગ્યા પણ અહીં સમયાંતરે અપડેટ કરવામાં આવશે. તો ઓનલાઈન બદલી કેમ્પ લેટેસ્ટ ન્યૂઝ માટે અમારી સાથે જોડાયેલા રહો અને ઓનલાઈન બદલી કેમ્પ ગુજરાત માટે આ પોસ્ટ ઓનલાઈન બદલી કેમ્પ ખલી જગ્યા લિસ્ટ જોતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *