પાક નુકશાન સહાય:- રાજ્યમાં ચાલુ વર્ષે ખરીફ-૨૦૨૨ ઋતુમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયેલ અને ખેતી પાકોને નુકસાન થયાના અહેવાલ મળેલ, જે અન્વયે જિલ્લા કક્ષાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાક નુકસાન અંગે કરવામાં આવેલ આકલન મુજબના અહેવાલના આધારે અસરગ્રસ્ત જિલ્લાઓના નુકસાનગ્રસ્ત કુલ ૨૫૫૪ ગામોમાં ઉદ્વવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડૂતોને સહાય આપવી જરૂરી જણાતા વંચાણે લીધેલ ક્રમાંક (૨) મુજબ ખેતી નિયામકશ્રીએ કરેલ દરખાસ્ત અન્વયે SDRF માંથી “કૃષિ રાહત પેકેજ” આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ખેડૂતોને નુકશાની વળતર સહાય
પાક નુકશાન સહાય:- રાજ્યમાં ખરીફ-૨૦૨૨ ઋતુમાં થયેલ ભારે વરસાદના કારણે ઉદ્ધવેલી પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, કચ્છ, આણંદ, ખેડા, પોરબંદર, મોરબી અને જુનાગઢ એમ કુલ ૧૪ જિલ્લાઓના આ સાથે સામેલ પત્રક મુજબના નુકસાનગ્રસ્ત કુલ ૨૫૫૪ ગામોને નીચેની તો મુજબ SDRF તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું આથી હરાવવામાં આવે છે.
આ પણ વાંચો :- મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો
પાક નુકશાન સહાય મળવા પાત્ર જિલ્લા ઓ ની યાદી
- છોટાઉદેપુર
- નર્મદા
- પંચમહાલ
- તાપી
- સુરત
- વલસાડ
- નવસારી
- ડાંગ
- કચ્છ
- આણંદ
- ખેડા
- પોરબંદર
- મોરબી
- અને જુનાગઢ

આ પણ વાંચો :- ભારત અને સાઉથ આફ્રિકા મેચ
ચૂકવવાપાત્ર સહાય અને સહાયના ધોરણો
- પાક નુકશાન સહાય 2022 આ રાહત પેકેજનો લાભ પાક નુકસાની માટે સબંધિત જિલ્લા કલેક્ટરશ્રી/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી મળેલ યાદીમાં સમાવિષ્ટ આ સાથે સામેલ પત્રક મુજબના નુકસાનગ્રસ્ત ૨૫૫૪ ગામોના ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે.
- પત્રક મુજબના ગામોમાં SDRFના તમામ માપદંડો જળવાય છે તેમજ અહેવાલમાં જણાવેલ ગામોમાં એકંદર ખેત વિસ્તાર અથવા ખેડૂત ખાતેદારોના પ્રમાણમાં 15% અથવા તે કરતા વધારે પ્રમાણમાં SDRFના માપદંડ મુજબ ખેડૂતનું વ્યક્તિગત ધોરણે 33% કરતા વધારે નુકસાન થયેલ છે તે સુનિશ્ચિત કરી લેવાનું રહેશે.
- પત્રકમાં સમાવિષ્ટ જિલ્લાઓ અને ગામોના ખાતેદાર ખેડૂતો કે જેના પાકને 33% અને તેથી વધુ નુકસાન હોય તેવા ખાતેદાર ખેડૂતોને કેળ સિવાયના તમામ અસરગ્રસ્ત પાકોને બિન પિયત પાક ગણી SDRFના ધોરણો મુજબ રૂ.18004
આ પણ વાંચો :- PM કિશાન મોબાઈલ એપ્લીકેશન
લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા અરજી:
- આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮ અ, તલાટીનો વાવેતરનો દાખલો ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો. “ના – વાંધા અંગેનો સંમતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં અરજી તારીખ ૦૧ નવેમ્બર, ૨૦૨૨ થી તારીખ ૨૫ નવેમ્બર, ૨૦૨૨ સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં.
- અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઇશે.
- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ટીગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસૂલ વિભાગે NICને પુરી પાડવાની રહેશે.
- 3 આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમૂના નં. ૮/અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઇ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે.
- આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે,
- આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ (FRA) હેઠળ નોટીફાઇડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર (સનદ) મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે.
- વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે.
- તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો/પ્રમાણપત્ર લેવાનો રહેશે.
- 7. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામુ રજુ કરવાનું રહેશે.
- પેઢીનામા પૈકીના કોઇ એકવારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામુ રજૂ કરી અરા કરી શકશે.
- આ રાહત પેકેજ નો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર રહેશે નહીં.
આ પણ વાંચો :- લોક રક્ષક ભરતી 2023
મહત્વ પુર્ણ લિંક
પાક નુકશાની સહાય મળવાપાત્ર યાદી | અહીં ક્લિક કરો |
રિઝલ્ટ ગુજ હોમ પેજ | અહીં ક્લિક કરો |
તારીખ 8 /9/ 2022 ના રોજ બપોરે વરસાદ અને ભારે પવન ફુકાતા ખેડૂતના કેળના પાકને ઘણું નુકસાન થયેલ છે અને એ ખેડૂતની અત્યારે દયનીય પરિસ્થિતિ બનેલ છે તો ખેડૂતને આ પરિસ્થિતિને ધ્યાને લઈ આપને મદદ અંગે જાણ કરીએ છીએ તો આ નુકસાનને ધ્યાન દઈ ગુજરાતની જે સંવેદનશીલ અને ખેડૂતોની સરકાર કહેવાય છે તેને આ નુકસાન ને ધ્યાન દોરી ખેડૂતની મદદે આવે
Contact- 9712137646