WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

SSC Exam Online form 2022-23 | બોર્ડ ના ફોર્મ ફરવાનું શરૂ

SSC Exam Online Form 2022-23/ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. ધોરણ 10 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓએ માટે આ ખુબજ મહત્વના સમાચાર છે. આગામી માર્ચ 2023 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર પરીક્ષાઓ લેવાનાર છે તે અંગેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવેલ છે તેના જ ભાગ રૂપે પરિક્ષાના ઓનલાઈન આવેદનપત્રો ભરવાની શરૂઆત થઈ ગર્લ છે.

શાળા રજીસ્ટ્રેશન / શિક્ષક રજીસ્ટ્રેશન:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા નોંધાયેલ શાળાઓએ પોતાને મળેલ શાળા નોંધણી નંબર અને પાસવર્ડ ના આધારે પોતાની શાળા અને શિક્ષાઓના રજીસ્ટ્રેશન કરવાના હૉય છે, ત્યાર બાદ જ વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદન પત્રો ભરાઈ શકાશે. જેમાં નવા જોડાયેલ શિક્ષકોની નોંધણી, બદલી કે નિવૃત થયેલ શિક્ષકોની વિગતો અપડેટ કરવાની રહે છે.

SSC Exam Online Form 2022-23 વિદ્યાથી રજીસ્ટ્રેશન :

આગામી માર્ચ 2023 માં પરીક્ષામાં ઉમેદવારી નોંધાવતાં વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે તેવા તમામ નિયમિત, રિપીટર, ખાનગી, પૃથ્થક વગેરે એ ફરજિયાત શાળામાથી ઓનલાઈન આવેદન પત્રો ભરવાના રહેશે. જે ફોર્મ ભરવા માટે તા-14/11/2022 થી 13/12/2022 સુધી શાળાઓ ઓનલાઈન ફોર્મ બોર્ડ વેબસાઇટ મારફતે ભરી શકશે.

આ પણ વાંચો : ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ માર્ચ-2023
  • સૌ પ્રથમ બોર્ડ વેબસાઇટ gseb.org ઓપન કરવાની રહેશે.
  • Online Student Registration 10th (SSC) પર ક્લિક કરવું.
  • લૉગ ઇન આઈડી પાસવર્ડ દાખલ કરાયાબાદ log in બટન પર ક્લિક કરવું.
  • Student Examination Registration માટે 10th Student Registration પર ક્લિક કરવું.
  • જેમાં જમણી બાજુ ઉપર જે તે શાળાનો Index નંબર દેખાશે.
  • જેમાં REGULAR, REPEATER,ISOLATED, PRIVATE REGULAR, PRIVATE REPEATER એમ પાંચ વિકલ્પોમાથી પરીક્ષાર્થી પ્રમાણે પસંદ કરવી.
  • એકવાર અનુત્તીર્ણ થયેલ વિદ્યાર્થી હશે તો repeater કે ખાનગી repeater તરીકે ફોર્મ ભરવું.
બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર
પરીક્ષા GSEB SSC Exam 2023 (STD-10)
ફોર્મ ભરવાના શરૂ થયા તારીખ14/11/2022
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13/12/2022
અરજી પ્રકાર online
સતાવાર Websitewww.gseb.org

Students General Information :

SSC Exam Online Form 2022-23 માટે જ્યારે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના થાય છે ત્યારે વિધાર્થીઓના નામ, જન્મ તારીખ, GR નંબર, સરનામા વિગત આધારકાર્ડ વિગત વગેરે ખુબા જ કાળજી પૂર્વક ભરવાના રહેશે. જેના માટે સંપૂર્ણ વિગઓ વાંચવા માટે આ લેખના અંતે આપેલ PDF Download કરી વધારે વિગતો જાણી શકાશે.

FAQ”

GSEB SSC Exam 2023 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કંઈ છે?

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13/12/2022 છે.

GSEB 10 SSC EXAM સતાવાર વેબસાઈટ કંઈ છે?

સતાવાર વેબસાઈટ gseb.org છે.

Leave a Comment