મોરબી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક

મોરબી મૃતકોને શ્રદ્ધાંજલિ :- 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક તમામ સરકારી કાર્યક્રમો રદ.સરકારી કચેરીમા રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરાકાવાશે.ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને કહ્યું 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.

મોરબી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક:-

ગુજરાત ભરમાં વિધાનસભા કોંગ્રેસ પરીવાર દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તેમજ રાપરના કુંભાર સમાજના ગરીબ પરીવારના વડીલ અને તેમના બે દીકરા મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ, તે પરીવારના ઘરે જઇ સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચો:- મફત સિલાઈ મશીન યોજના

ડીસામાં મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ કેન્ડલ સળગાવી મૌન પાળ્યું હતું. તેમજ મૃતકોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.

મોરબી ઝુલતો પુલ

  1. મોરબી ઝુલતો પુલ તૂટતા અનેક લોકોના મોત થતા ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા મદદની જાહેરાત કરવામાં આવી છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવન સ્વામીએ જાહેરાત કરી છે.
  2. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરીવારોને સરકાર દ્વારા જે સહાય કરશે, જેમા ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જે પ્રકારની મદદની જરૂર હશે તે મદદ કરવાની જાહેરાત કરાઈ છે. મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને ગોપીનાથજી મંદિર દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ છે.
આ પણ વાંચો :- જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના

મોરબી દુર્ઘટનાને લઈને ઠેરઠેર શ્રદ્ધાંજલિ-કેન્ડલ માર્ચ યોજાઈ

આ ઘટનાએ ગુજરાતને રડાવી દીધું. આ ઘટનાને પગલે ખેડા કોંગ્રેસ દ્વારા નડિયાદમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ, નડિયાદ શહેર કોંગ્રેસ અધ્યક્ષ અને અન્ય કોંગ્રેસના કાર્યકરોએ મળીને અહીં સંતરામ મંદિર પાસે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ મોડાસા ચાર રસ્તા પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓએ મૃતકોની આત્માઓને શાંતિ માટે પ્રાથના કરી હતી

આ પણ વાંચો:- ભારત અને બાંગ્લાદેશ મેચ

મોરબીમાં ઝૂલતા પૂલ ની બનેલી દુ:ખદ દુર્ઘટનાએ ખૂબ જ આઘાત અને હૃદયદ્રાવક ઘટના બની છે. આ દુર્ઘટના મા અકાળે અવસાન પામેલા સર્વે સર્વે સદગતને અંત:કરણ પૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી

આ પણ વાંચો:-લોક રક્ષક ભરતી 2023

આ ઘટનામાં શોકાતુર પરીવારજનોને સાંત્વના આપવા સુરતની નવી સીવીલ TNAI અને નર્સિંગ પરીવાર દ્વારા હાથમાં મીણબત્તી પ્રજ્વલિત રાખી 2 મિનીટનું મૌન પાળવા સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. gujresult.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *