GSEB SSC Exam Result 2023: ધોરણ 10નું પરિણામ જાહેર, જુઓ તમારું પરિણામ

GSEB SSC Exam Result 2023; રાજ્યમાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ કેવું આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે.

GSEB SSC Exam Result 2023; રાજ્યમાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ કેવું આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે.

ધોરણ 10નું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ.10ની બોર્ડની પરીક્ષાનું બુધવારે એટલે કે આજે ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધોરણ 10નાં બોર્ડની પરીક્ષામાં બેઠેલા 10.83 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પરિણામ જોઈ શકશે. સ્કૂલોમાં પરિણામ વિતરણ માટેની તારીખ આવનારા સમયમાં બોર્ડ જાહેર કરશે.

ઉલ્લેખનીય છે કે ધોરણ 10 ની પરીક્ષા (GSEB Class 10 Board Exams 2023) 14 માર્ચ 2023 ના રોજ શરૂ થઈ હતી અને 28 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થઈ હતી. દર વર્ષે લગભગ 10 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.

GSEB SSC Exam Result 2023: પરિણામ કેટલા વાગે જાહેર થશે

GSEB SSC Exam Result 2023 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) આવતીકાલે 25 મેં સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરશે. ધોરણ 10માનું પરિણામ (GSEB SSC પરિણામ 2023) gseb.org પર સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે.

પાસ થવા માટે કેટલા માર્કસની જરૂર છે

ગુજરાત બોર્ડ મુજબ ધોરણ 10ની માર્કિંગ સ્કીમ નીચે મુજબ છે. પાસ થવા માટે, વિદ્યાર્થીઓએ થિયરી અને પ્રેક્ટિકલમાં ઓછામાં ઓછા 33 ટકા એકંદર માર્કસ મેળવવાના રહેશે, તો જ તેમને પાસ ગણવામાં આવશે. તેઓએ દરેક કોર્સમાં ઓછામાં ઓછો ‘ડી’ મેળવવો પડશે. જે ઉમેદવારોને પરિણામ સ્વરૂપે ‘E1’ અથવા ‘E2’ મળશે તેઓએ તેમનું પ્રદર્શન સુધારવા માટે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવી જોઈએ.

બોર્ડની વેબસાઈટ www.gseb.org (GSEB SSC Exam Result 2023) પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. થોડીવારમાં જ ઓવરઓલ પરિણામ આવશે. GSEB બોર્ડ SSC માર્કિંગ સ્કીમ મુજબ વિદ્યાર્થીએ લાયક ગણવામાં આવતા તમામ વિષયોમાં ઓછામાં ઓછો ‘D’ ગ્રેડ મેળવવો જરૂરી રહેશે. વિષયોમાં ગ્રેડ ‘E1’ અથવા ગ્રેડ ‘E2’ મેળવનારા વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષાઓ દ્વારા તેમને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. A1 ગ્રેડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવવાના રહેશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Result 2023 )

  1. સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
  2. સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો.
  3. સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  4. સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
  5. સ્ટેપ 4- GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  6. સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

GSEB SSC Exam Result 2023

ઇવેન્ટતારીખ
GSEB 10TH પરિણામ 202325 મે
GSEB SSC પરિણામ 2023 સમયસવારે 8:00 વાગ્યે
રીઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
GSEB પરિણામ 2023 વેબસાઇટgseb.org

One Comment on “GSEB SSC Exam Result 2023: ધોરણ 10નું પરિણામ જાહેર, જુઓ તમારું પરિણામ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *