ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના, જાણો તમામ માહિતી

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના : અત્યારે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેલા લીધે નાગરિકોને પણ સહાય મળી રહે છે. આ યોજનાઓ મહિલાઓ માટે, વિદ્યાર્થીઓએ માટે ખેડૂતો તેમજ બાળકો માટે પણ હોય છે, આવીજ એક યોજના એટ્લે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના, જેના વિષે આપણે આ લેખ માં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું.

આ પણ વાંચો :- ગુજરાત રોજગાર સમાચાર 14 ડિસેમ્બર 2022 , PDF ડાઉનલોડ કરો

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના

વૃધ્ધા અવસ્થાની વય એટલે અંતિમ પડાવ જેમાં વૃધ્ધ વ્યક્તિ પોતાનું જીવન ઉત્સાહ ભેર અને માનભેર જીવી શકે તે માટે આર્થિક સહાય મળી રહે તે હેતુથી ભારત સરકાર ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે આ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના ની શરૂઆત 2007 માં થયેલ છે.

આ પણ વાંચો : ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડે સેલ, જાણો વિગતવાર માહિતી

Indira Gandhi National Old Age Pension Scheme લાભ કોણ લઈ શકે?

 1. અરજદારની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.
 2. અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તથા  ગરીબી રેખા હેઠળ બી.પી.એલ (BPL) યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવતો હોવો જોઈએ.
 3. શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ અને પ્રોપર્ટી એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બી.પી.એલ (BPL) યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ.
 4. વયવંદના યોજનાની પાત્રતા ધરાવતા પતિ-પત્ની બંને અરજી કરી શકે છે. 

આ પણ વાંચો : મોરોક્કો અને ફ્રાન્સ ફિફા વર્લ્ડ કપ સેમિફાઇનલ 2022

આ યોજના દ્વારા કયા લાભો મળે ?

Old Age Pension Scheme યોજના કે જેને વયવંદના યોજના પણ કહેવામા આવે છે, જેમાં 60 થી 79 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિને રૂપિયા 750 દર મહિને ચૂકવવામાં આવે છે તેમજ 80 વર્ષ કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1000 (એક હજાર રૂપિયા) સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે છે.

યોજના ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના
ભાષાગુજરાતી અને English
અરજી કેવી રીતે કરવીડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની રહેશે.
ઉદ્દેશવૃદ્ધો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે પેન્‍શન આપવામાં આવે છે.
લાભાર્થીBPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબને
સહાયની રકમ-160 વર્ષ થી 79 વર્ષના વૃદ્ધોને માસિક રૂપિયા 750/- આપવામાં આવે છે.
સહાયની રકમ-2
80 વર્ષ કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1000/- આપવામાં આવે છે.
અધિકૃત વેબસાઈટdigitalgujarat.gov.in

યોજનાની અરજી ક્યાં અને કેવી રીતે કરવી?

આ યોજના બાબતે ઘણા લોકો દ્વારા પૂછવામાં આવે છે કે “How to Apply for old age pension online?” તો એના માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય કુટુંબ સહાય લાભ તેમના ગામમાંથી જ મળી રહે અને તેઓને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે અને જન સામાન્યની ‘જીવન જીવવાની સરળતા (Ease of Living) નો રાજ્ય સરકારનો હેતુ સિદ્ધ કરવા માટે સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ/સેવાઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર Indira Gandhi National Old Age Pension Scheme online apply કરવામાં આવશે.

ગ્રામસ્તરે “ઈ-ગ્રામ કેન્‍દ્રો” મારફતે નિમાયેલા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) દ્વારા વયવંદના યોજનાની ઓનલાઈન અરજીઓ “Digital Gujarat Portal” પર કરવાની રહેશે. જેની અરજી દીઠ રૂપિયા 20/- (વીસ રૂપિયા) લેખે અરજદારને ચૂકવવાના રહેશે.

e-Gram કેન્‍દ્રો ખાતેથી આ સેવાઓ ઉપલબ્ધ હોય કે ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં સંબંધિત તાલુકા મામલતદારશ્રીની કચેરી, જનસેવા કેન્‍દ્રો કે ATVT (એટીવીટી) કેન્‍દ્રો ખાતેથી પણ “ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્‍શન યોજના” માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન અરજી કરી શકશે.

આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ

 1. આધારકાર્ડ
 2. બેંક એકાઉન્‍ટ/પોસ્ટ એકાઉન્‍ટની પાસબુકની નકલ.
 3. બીપીએલ યાદીમાં સમાવેશ હોય તે સ્કોર કાર્ડ.
 4. અરજદારના રહેઠાણ સંબંધી કોઈપણ એક દસ્તાવેજ.(રેશનકાર્ડ /ચૂંટણીકાર્ડ / વેરાપાવતી / ભાડાપાવતી) 
 5. ઉંમર અંગેનો દાખલો

(શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન કે મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્‍ટેડેન્‍ટ, પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્‍દ્રના મેડિકલ ઓફિસર અથવા નગરપાલિકા / મહાનગરપાલિકા સંચાલિક હેલ્થ સેન્‍ટરના તબીબ અધિકારીશ્રી દ્વારા આપેલ ઉંમરનો દાખલો.

આ વૃદ્ધ સહાય યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

આ યોજનાની અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી પાસે છે.

યોજના બાબતે વિશેષ નોંધ

 1. આ યોજના માટે બી.પી.એલ (BPL) સ્કોર માટેનું પ્રમાણપત્ર જે લાભાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શક અનુસાર સરકાર દ્વારા સામાજિક અને આર્થિક સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલ બી.પી.એલ (BPL) માં સમાવેશ થતાં લાભાર્થીઓ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્‍ડ પોવર્ટી એલિવીએશન મંત્રાલય તૈયાર કરેલ યાદીમાં સમાવેશ લાભાર્થીઓ.
 2. ઈન્‍દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય (વય વંદના) યોજનાની અરજી અંગેનો જે તે વિસ્તારના મામલતદારશ્રી દ્વારા નામંજુર આદેશ કરવામાં આવે તો તેની સામે 60 દિવસમાં સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.
ઓનલાઈન અરજી કરવા અહિયાં ક્લિક કરોઅહિયાં ક્લિક કરો
રિજલ્ટ ગુજ હોમ પેજઅહિયાં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજનાનો લાભ કોને મળી શકે?

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજનાનો લાભ 60 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિને માલી શકે.

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના અંતર્ગત કેટલી નાણાકીય સહી મળે?

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના અંતર્ગત દર મહિને 750 થી 1000 રૂપિયા નાણાકીય સહી મળે.

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના મંજૂર કરવાની સત્તા કોની પાસે હોય છે?

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના મંજૂર કરવાની સતા સંબંધિત તાલુકાનાં મામલતદરની પાસે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *