ફ્રી સિલાઈ મશીન યોજના 2023 | Silai Machine Yojana Gujarat 2023 સિલાઈ મશીન માટે ઓનલાઇન ફોર્મ ભરો. મફત સિલાઈ મશીન યોજના હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે સિલાઈ મશીન આપવામાં આવે છે. હવે અમે તમને સિલાઈ મશીન યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.
ફ્રી સિલાઈ મશીન યોજના 2023 નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
ફ્રી સિલાઈ મશીન યોજના 2023
સિલાઈ મશીન યોજના એ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના મહિલાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે સિલાઈ મશીન આપવામાં આવે છે. આજે આપણે ફ્રી સિલાઈ મશીન યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ફ્રી સિલાઈ મશીન યોજના 2023 અમે ઓનલાઈન ફોર્મ ભરવાના ફાયદાઓ વિશે વાત કરવાના નથી, ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂરી છે એની સંપૂર્ણ માહિતી અહીંથી આપીશું. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.

Manav Kalyan Yojana 2023
Manav Kalyan Yojana 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારોએ https://e-kutir.gujarat.gov.in ૫૨ તા. ૧-૦૪-૨૦૨૩ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો :- સરકારની બ્યુટી પાર્લર યોજના
મફત સિલાઈ મશીન યોજના ( માનવ ગરિમા યોજના 2023 )
યોજનાનું નામ | મફત સિલાઈ મશીન યોજના ( માનવ ગરિમા યોજના ) |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
અરજી કરવાનો પ્રકાર | ગુજરાત સિલાઈ મશીન માટે ઓનલાઇન અરજી કરો |
લાભાર્થીની પાત્રતા | ગુજરાતની ગરીબ અને મજૂર મહિલાઓ |
યોજનાનો ઉદ્દેશ્ય | મહિલા ને આત્મનિર્ભર બનાવવા માટે |
સત્તાવાર પોર્ટલ | esamajkalyan.gujarat.gov.in |
મળવાપાત્ર લાભ | સિલાઈ મશીન |
ફ્રી સિલાઈ મશીન પાત્રતા – માનવ કલ્યાણ યોજના 2023
ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
- આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
- આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
મળવા પાત્ર ટૂલકીટસના નામ
ક્રમ નં | ટુલકીટ્સનું નામ |
---|---|
૧ | કડીયાકામ |
ર | સેન્ટીંગ કામ |
૩ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
૪ | મોચી કામ |
પ | ભરત કામ |
૬ | દરજી કામ |
૭ | કુંભારી કામ |
૮ | વિવિધ પ્રકારની ફેરી |
૯ | પ્લ્બર |
૧૦ | બ્યુટી પાર્લર |
૧૧ | ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ |
૧ર | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ |
૧૩ | સુથારી કામ |
૧૪ | ધોબી કામ |
૧પ | સાવરણી સુપડા બનાવનાર |
૧૬ | દુધ-દહીં વેચનાર |
૧૭ | માછલી વેચનાર |
૧૮ | પાપડ બનાવટ |
૧૯ | અથાણાં બનાવટ |
ર૦ | ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ |
૨૧ | પંચર કીટ |
૨૨ | ફલોરમીલ |
૨૩ | મસાલા મીલ |
૨૪ | રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો) |
૨૫ | મોબાઇલ રીપેરીંગ |
૨૬ | પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ) |
૨૭ | હેર કટીંગ (વાળંદ કામ) |
આ પણ વાંચો :- ટ્રેક્ટર સહાય યોજના 2023
Free Silai Machine Yojana | ફ્રી સિલાઈ મશીન માટે જરૂર ડોક્યુમેન્ટ
ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે જરૂર ડોક્યુમેન્ટ નીચે મુજબ છે.
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
E Samaj Kalyan Official Portal | Click Here |
New User? Please Register Here! | Click Here |
Citizen Login | Click Here |
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો | Download |
આ પણ વાંચો :- ગાય દીઠ એક મહિને મળશે 900 રૂપિયા
ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી
- મફત સિલાઈ મશીન યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ઉપર ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
- આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
- માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
- ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.
Hey Gujarat
Ha frchgb