ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2022 ( Gujarat Post Matrik Scholarship ): હાલ ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિકના વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે Gujarat Post Matric Scholarship 2022. જેનો હેતુ હાલ જે કક્ષાએ અભ્યાસ કરે છે અને ત્યાથી પોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખી શકે.Gujarat Post Matric Scholarship 2022 Apply Online આ શિષ્યાવૃત્તિ શાળા તેમજ કોલેજ કક્ષા માટે આપવામાં આવે છે. આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વધારે સત્તાવાર માહિતી માટે વેબસાઇટ www.digitalgujarat.gov.in ની મુલાકાત લેવી જરૂરી છે જેનાથી વધારે માહિતી મળી રહે.
Gujarat Post Matric Scholarship 2022
યોજનાનુ નામ | ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (Gujarat Post Matrik Scholarship) |
કોના દ્વારા જાહેરાત | રાજ્ય સરકાર |
લાભ | નાણાકીય લાભ |
યોજનાનો લાભ કોણ લઈ શકે | OBC, EWS, NT-DNT, SC તેમજ ST વર્ગ માટે |
અરજી કરવાની રીત | Online |
શરૂ થયા તારીખ | 15-09-2022 |
છેલ્લી તારીખ | 15-11-2022 હતી જે લંબાવાઇ ને 10-12-2022 |
સત્તાવાર વેબસાઇટ | www.digitalgujarat.gov.in/ |

Gujarat Post Matrik Scholarship શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે?
- વિગતવાર સમાચાર મુજબ, જે તે અભ્યાસક્રમમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લઈ શકે છે. ધોરણ 10 પાસ કર્યા બાદ ધોરણ 11 થી અનુસ્નાતક કક્ષા સુધીના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ Gujarat Post Matrik Scholarship (ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ )માટે આરજી કરી નાણાકીય લાભ લઈ શકે છે.
- અને સાથે તેઓએ સામાની મર્યાદા ધ્યાનમાં રાખી એ પણ ખ્યાલ રાખવાનો હોય છે કે આ ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનું ફોર્મ અંતિમ તારીખ પહેલા ભરવામાં આવે. સબમિટ કરેલું ફોર્મ કોઈ પણ પ્રકારની ક્ષતિ રહિત હોવું જોઈએ, જો તેમાં કોઈ વિસંગતતા જણાય તો આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનું ફોર્મ સત્તાધિકારી દ્વારા નાકારવામાં આવી શકે છે.
- સમાજના પછાત વર્ગમાથી આવતા તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ નો લાભ આપવામાં આવે છે. જે રાજ્ય સરકાર દ્વારા એક અનોખી પહેલ છે.
- ડિજિટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના દ્વારા કોઈ પણ સંસ્થા હેઠળ વિવિધ પ્રકારના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નાણાકીય સહાય માટે અરજી કરી શકે છે.
- Gujarat Post Matrik Scholarship રાજ્ય સરકાર આ digitalgujarat.gov.in પોર્ટલ દ્વારા લગભગ 34 કરતાં પણ વધારે પ્રકારની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે.દરેક શિષ્યવૃત્તિમાં પાત્રતાની આવશ્યકતાઓ અનુસાર માપદંડ હોય છે.
આ પણ વાંચો :ધોરણ 12 પરીક્ષા 2022-23 | બોર્ડ ના ફોર્મ ફરવાનું શરૂ
ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2022
- કેન્દ્ર અને સરકાર દ્વારા આર્થિક રીતે નબળા હોય તેવા અભ્યાસુ વિસયારથીઓને અભ્યાસ માટે મદદ કરવા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના નો અમલ વર્ષોથી કરવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ઊચક અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. રાજ્યના વિદ્યાર્થીઓએ Digital Gujarat Post Matrik Scholarship લાભ લેવા માંગે છે તેઓ તેની ઓફિશિયલ પોર્ટલ digitalgujarat.gov.in પરથી Post Matric Scholarship Forms Apply Online ઓનલાઈન અરજી કરી શકે છે.
- જે વિદ્યાર્થીઓએ કે જેઓ આમાથી કોઈ પણ યોજનામાં રસ ધરાવતા હોય અથવા તો કોઈ પણ યોજના માટે લાયક હોય તેઓ જાણતા હોવા જોઈએ કે શિષ્યવૃત્તિ માટે કયા કયા આધારોની જરૂરિયાત હોય શકે છે.જે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓએ નીચે મુજબના દસ્તાવેજોની જરૂરિયાત પડી શકે છે. નોંધણી સમયે નીચે જણાવેલ તમામ દસ્તાવેજો નોંધણી સમયે પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે
- જાતિનો દાખલો.
- આધારકાર્ડ
- બૅન્ક પાસબૂક
- વર્તમાન અભ્યાસક્રમના વર્ષની ફી પહોચ
- અગાઉની શૈક્ષણિક મારક્ષીતનું સ્વ-પ્રમાણિત પ્રમાણપત્ર
- જો અભ્યાસમાં વચ્ચે ગેપ હોય તો બ્રેક એફિડેવિટ
- આવકનું પ્રમાણપત્ર(સક્ષમ અધિકારીનું) (સરકારી કર્મચારી માટે ફોર્મ નં-15 જરૂરી)
- શાળા છોડવાનું પ્રમાણપત્ર.
- શાળા કે કોલેજનું ચાલુ હોય તે વર્ષનું બોનફાઈડ પ્રમાણપત્ર
ડિજિટલ ગુજરાત શાળા/કોલેજ ઉપલબ્ધ શિષ્યવૃત્તિ
- BCK-78 પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ફોર ગર્લ્સ (SEBC)
- BCK-137 પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ફોર ગર્લ્સ (NT-DNT)
- BCK-81 પોસ્ટ એસ.એસ.સી. શિસ્યવૃત્તિ ફોર બોયઝ (SEBC)
- BCK-138 પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ફોર બોયઝ (NT-DNT)
- BCK-80 ઇન્સ્ટ્રુમેંટલ સહાય (SEBC) (મેડિકલ , એન્જીનિયરીંગ, ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે)
- BCK-79 ફૂડ બિલ સહાય (SEBC) મેડિકલ, એન્જીનિયરીંગ વિદ્યાર્થીઓ માટે
- BCK-83 સ્વામિ વિવેકાનંદ સ્ટાઇપેન્ડ યોજના (SEBC) ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે.
- BCK-83 સ્વામિ વિવેકાનંદ સ્ટાઇપેન્ડ યોજના (EBC) ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે
- BCK-83 સ્વામિ વિવેકાનંદ સ્ટાઇપેન્ડ યોજના (લઘુમતી) ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે
- BCK-139 સ્વામિ વિવેકાનંદ સ્ટાઇપેન્ડ યોજના (NT-DNT) ટેકનિકલ અને વ્યવસાયિક અભ્યાસક્રમો માટે
- BCK-98 ફેલોશિપ યોજના (SEBC) એમ.ફિલ.ડી. વિદ્યાર્થીઓ માટે
- BCK-82 ઉચ્ચતર માધ્યમિક શિષ્યવૃત્તિ (SEBC)
- BCK-82 ઉચ્ચતર માધ્યમિક શિષ્યવૃત્તિ (EBC)
- BCK-82 ઉચ્ચતર માધ્યમિક શિષ્યવૃત્તિ (લઘુમતી)
- BCK-81C શિષ્યવૃત્તિ. ડો.આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (SEBC) નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે
- BCK-325 NT-DNT વિધ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય જે સેલ્ફ ફાયનાન્સ કોલેજ માં અભ્યાસ કરે છે.
- VKY-157 ફૂડ બિલ સહાય કોલેજ સંલગ્ન હોસ્ટેલમાં અભ્યાસ માટે
- VKY-164 ઇન્સ્ટ્રુમેંટલ સહાય (મેડિકલ, એન્જીનિયરીંગ, ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે)
- VKY-158 સ્વામિ વિવેકાનંદ ડિપ્લોમા ટેકનિકલ વ્યવસાયિક અને ઔદ્યોગિક અભ્યાસક્રમો માટે યોજના ધરાવે છે.
- VKY-156 postપોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2.50 લાખથી વધુ વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ
- ST વિધ્યાર્થીઓના શિક્ષણ માટેની છત્ર યોજના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ.
- ST વિદ્યાર્થીઓના શિક્ષણ માટે છત્ર યોજના પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ
- BCK-12 અનુ.જાતિના વિદ્યાર્થીઓને સાધન સહાય યોજના (મેડિકલ, એન્જીનિયરીંગ, ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે)
- BCK-10 SC વિદ્યાર્થીઓને ફૂડ બિલ
અંતિમ તારીખ 10/12/2022
અગાઉ જે સૂચનાઓ આપવામાં આવેલ હતી તે મુજબ સ્કૉલરશિપ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 15-11-2022 હતી જે હવે વધારીને 10-12-2022 સુધી લંબાવવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી છે તે હવે આ સમયગાળામાં ફોર્મ ભરી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઈ શકશે.