પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ, આજે ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે.

પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ : ગુજરાતમાં ગાંધીનગર ખાતે 17 ઓક્ટોબરના રોજ રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યના PMJAY-MA કાર્ડના 50 લાખથી વધુ લાભાર્થીઓને નવા પ્રિન્ટ કરાયેલા આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા.

પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે ગુજરાત સરકારે વર્ષ 2019માં મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાને સંકલિત કરી હતી, અને આ યોજનાઓના તમામ લાભાર્થીઓ પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ PMJAY-MA કાર્ડ મેળવવા માટે પાત્ર બન્યા હતા.ત્યારથી લઇને આજદિન સુધીમાં ગુજરાતમાં 1.58 કરોડ લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. જેમાંથી, છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર 2021થી અત્યાર સુધીમાં 50 લાખથી વધુ કાર્ડ આપવામાં આવ્યા છે. આ લાભાર્થીઓને હવે પ્રિન્ટ કરાયેલા નવા આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવશે.

મા અમૃતમ (PMJAY-MA)ના લાભાર્થીઓને આયુષ્માન PVC કાર્ડ

નેશનલ હેલ્થ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ મા અમૃતમ (PMJAY-MA)ના લાભાર્થીઓને આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રાજ્ય સ્તરે 50 લાખ પીવીસી કાર્ડ્સ છાપવામાં આવ્યા છે. આ કાર્ડને આરોગ્ય કચેરીઓના સંબંધિત ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર / મેડિકલ ઓફિસરોને ડિલિવર પણ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના તમામ ગામડાઓમાં આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.નેશનલ હેલ્થ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ મા અમૃતમ (PMJAY-MA)ના લાભાર્થીઓને આયુષ્માન PVC કાર્ડ આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રાજ્ય સ્તરે 50 લાખ પીવીસી કાર્ડ્સ છાપવામાં આવ્યા છે. આ કાર્ડને આરોગ્ય કચેરીઓના સંબંધિત ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર / મેડિકલ ઓફિસરોને ડિલિવર પણ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના તમામ ગામડાઓમાં આયુષ્માન પીવીસી કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

આપણ વાંચો : KVS ભરતી 2022 | કેન્દ્રિય વિદ્યાલય સંગઠનમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી-2022 | જાણો તમામ માહિતી

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાની જાહેરાત થયા પછી વર્ષ 2019માં ગુજરાત સરકારે MA અને MAV યોજનાને AB PMJAY સાથે સંકલિત કરી, અને આ ત્રણેય યોજનાના લાભાર્થીઓને PMJAY-MA હેઠળ કો-બ્રાન્ડેડ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા.

17 ઓક્ટોબરે રાજ્ય સ્તરે અને તાલુકા સ્તરે યોજાશે કુલ 260 કાર્યક્રમો થોજાયા હતા.

PMJAY-MA કાર્ડના લાભાર્થીઓને આ નવા છાપેલા આયુષ્માન પીવીસી કાર્ડ્સનું વિતરણ કરવા માટે ગુજરાત સરકારે 17 ઓક્ટોબર, 2022ના રોજ એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ દિવસનો કાર્યક્રમ બે સ્તરે આયોજિત કરવામાં આવશે. એક રાજ્ય સ્તરે અને બીજો પ્રત્યેક તાલુકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે. સમગ્ર રાજ્યમાં કાર્ડ્સના વિતરણ માટે કુલ 260 કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા.

આ પણ વાંચો : પી એમ કિશાન E-KYC, કેવી રીતે કરવું ? જાણો તમામ માહિતી.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન PMJAY-MA કાર્ડ હેઠળ સારવાર લઈ સાજા થયેલા 3 લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી વાતચીત કરી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવા ત્રણ લાભાર્થીઓને કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર બોલાવીને આયુષ્માન પીવીસી કાર્ડ્સ આપવામાં આવ્યા. તાલુકા સ્તરના કાર્યક્રમોમાં પ્રભારી મંત્રીઓ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો વિગતવાર માહિતી

ગુજરાતના તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે 50 લાખ રંગીન આયુષ્માન પીવીસી કાર્ડ આપવામાં આવશે. NHA એમ્પેનલ્ડ એજન્સીઓ દ્વારા BIS મોડ્યુલ દ્વારા લાભાર્થીઓનું ઈ-KYC કર્યા પછી આ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

આર્ટીકલ પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ
રિજલ્ટગુજ હોમ પેજ માટે અહિયાં ક્લિક કરો
વોટસપ જોઇન થવા અહિયાં ક્લિક કરો

પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડનો લાભ કેટલા લોકોને મળશે ?

પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડનો લાભ 50 લાખ કરતાં વધુ લાભાર્થીઓને મળશે.

પ્રિન્ટેડ આયુષ્માન કાર્ડનો લાભ કોને મળશે ?

પ્રિન્ટેડ આયુષ્માન કાર્ડ નો લાભ માં અમૃતમ લાભાર્થીઓને મળશે.

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાની શરૂઆત ક્યારે થઈ?

ગુજરાત સરકારે વર્ષ 2019માં મુખ્યમંત્રી અમૃતમ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાને સંકલિત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *