શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨ જાહેરનામું જાણો વધુ માહિતી

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨ જાહેરનામું જાહેરનામાં ક્રમાંક:રાપબો /TET/ /૨૦૨૨/૯૫૩૭-૯૬૨ શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:પીઆરઇ-૧૧૧૦-૨૨૩-ક, તા:૨૭-૦૪-૨૦૧૧ તથા તા:૧૪-૦૭-૨૦૧૧ અને તા:૦૩-૦૫-૨૦૧૨ અને તા:૧૮-૦૫-૨૦૧૨ના સરખા ક્રમાંકના સુધારા ઠરાવ તથા તેમાં થયેલ વખતોવખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ/ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયકની નિમણૂંક માટેના ધારા-ધોરણો નિયત થયેલ છે.

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨ સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક :

શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : પીઆરઇ-૧૧૧૧-૭૧૧-ક, તા:૨૭-૪-૨૦૧૧ થી પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “શિક્ષક યોગ્યતા કસોટી-I” યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે.

પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫)માં પ્રાથમિક શિક્ષકા વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક યોગ્યતા કસોટી-I-૨૦૨૨ (Teacher Eligibility Test-I-2022) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.

આ પણ વાંચો :- પ્રશ્નપત્ર ડેપ્યુટી સેંકશન ઓફિસર 2022

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) નો કાર્યક્રમ:

જાહેરનામું બહાર પાડવાની તારીખ
તારીખ/સમયગાળો
૧૭/૧૦/૨૦૨૨
વર્તમાન પત્રોમાં જાહેરાત પ્રસિધ્ધ૧૮/૧૦/૨૦૨૨
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો૨૧/૧૦/૨૦૨૨ થી ૦૫/૧૨/૨૦૨૨
નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો૨૧/૧૦/૨૦૨૨ થી
લેટ ફી ભરવાનો સમયગાળો૦૩/૧૨/૨૦૨૨ થી ૧૨/૧૨/૨૦૨૨
પરીક્ષાનો સંભવિત માસફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૩
આ પણ વાંચો :- ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

લેટ ફી:

જે ઉમેદવારોને નિયત સમયગાળામાં ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ તા:૦૭/૧૨/૨૦૨૨ થી તા:૧૨/૧૨/૨૦૨૨ દરમ્યાન નિયત કરેલ પરીક્ષાની ફી (લેટ ફી રૂ!.૨૦૦/- સહિત) ઓનલાઈન ભરી શકાશે.

શૈક્ષણિક લાયકાતની વિગતો: પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૫) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારાવધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી

લાયકાત ધરાવતા તથા અન્ય જોગવાઈ/શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ “શિક્ષક યોગ્યતા કસોટી-I" માટે ઉપસ્થિત થઈ શકશે.

શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ફી ભરેલ તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા તક આપશે. તેથી પરીક્ષા આપતા પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહી. આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે.

  • વયમર્યાદા
  • શૈક્ષણિક લાયકાત
  • પરીક્ષા ફી :
  • પરીક્ષા કેન્દ્ર:
  • કસોટીનું માળખુ:
  • પ્રશ્નપત્રના માધ્યમ:
  • અગત્યની સુચનાઓ:
  • ઓનલાઈન અરજી કરવાની રીત .

ઉપરની તમામ બાબત માટે સંપૂર્ણ નોટિફિકેશન વાંચવા:

TET – 1 Notification Click Here
TET – 2 NotificationClick Here

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૨૧/૧૦/૨૦૨૨ (બપોરના ૧૪.૦૦ કલાક) થી તા:૦૫/૧૨/૨૦૨૨ (બપોરના ૧૫.૦૦ કલાક) દરમિયાન http://ojas.gujarat.gov.in પર ઓનલાઈ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. ઉમેદવારે નિયત કરેલ ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સૂચ નીચે મુજબની છે.

ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online ભરવાનું રહેશે. નામ, અટક, જન્મ તારીખ, જાતિ (કેટેગરી) કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.

online અરજી કરવા અહી ક્લિક કરો

સૌ પ્રથમ http://ojas.gujarat.gov.in પર જવું.

  • “Apply Online” પર Click કરવું.

• ઉમેદવાર ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ પૈકી જે માધ્યમમાં કસોટી આપવા માટે પાત્રતા ધરાવતા હોય તે માધ્યમ પસંદ કરી પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી- (TET-I)નું ફોર્મ ભરવું.

આ પણ વાંચો: શિક્ષક બદલી કેમ્પ 2022

Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ Personal Details ઉમેદવારે ભરવી. (અહીં લાલ(*) કુંદડીની નિશાની જયાં હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેતો.

  • Educational Details ઉપર Click કરીને તેની વિગતો પૂરેપૂરી ભરવી. હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload Photo પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Ok પર click કરો. અહી Photo અને Signature upload કરવાના છે.(ફોટાનું માપ 5 સે.મી. ઉંચાઈ અને 3.6 સે.મી. પહોળાઈ અને Signature નું માપ 2.5 સે.મી. ઉંચાઈ અને 7.5 સે.મી. પહોળાઈ રાખવી.)
  • Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (10 kb) સાઈઝથી વધારે નહીં તે રીતે સોફ્ટકોપીમાં હોવા જોઈએ.
  • Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઈલમાં JPG formatમાં તમારો Photo store થયેલ છે તે ફાઈલને Select કરો અને Open Button ને Click કરો.
  • હવે Browse Button ની બાજુમાં Upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે.
  • હવે આ જ રીતે Signature પણ Upload કરવાની રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમા Confirm Application પર Click કરો અને Application Number તથા Birth Date Type કર્યા બાદ Ok પર Click કરવાથી બે (2) બટન 1:Application Preview 2.Confirm Application દેખાશે. ઉમેદવારે Show Application Preview પર Click કરી પોતાની અરજી જોઈ લેવી.

• અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર Click કરીને સુધારો કરી લેવો. અરજી Confirm કર્યા પહેલાં કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં કરી શકાશે. પરંતુ અરજી Confirm થઈ ગયા બાદ અરજીમાં કોઈપણ જાતનો સુધારો કરી શકાશે નહી. જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm Application પર Click કરવુ. વધુમાં ઉમેદવારે વિગતો ભરતી વખતે જો પોતાના નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જો કોઈ ભૂલ કરેલ હશે તો પાછળથી માર્કશીટમાં કોઈ સુધારો કરવામાં નહી આવે તેનું ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું.

Confirm Application પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં Confirm Number Generate થશે. જે ત્યારપછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ ઉમેદવારે સાચવવાનો રહેશે. ઉમેદવારે બોર્ડ સાથે કોઈપણ પત્રવ્યવહાર કે રજૂઆત કરતી વખતે પોતાનો આ Confirmation Number દર્શાવવાનો રહેશે.

ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરવાની રહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *