ગુણોત્સવ -Gunotsav વાંચો સંપૂર્ણ માહિતી

ગુણોત્સવ :- (Gunotsav) પ્રાથમિક શિક્ષણ એક એવો પાયો છે જેના પર દરેક નાગરિક અને રાષ્ટ્રના વિકાસનો સંપૂર્ણ આધાર રહેલો છે. આ પાયો મજબૂત કરવા માટે એટલેકે પ્રાથમિક શિક્ષાની ગુણવત્તા અભિવૃદ્ધિ માટે રાજય સરકારના વિવિધ વિભાગોના સહયોગથી શિક્ષણિવભાગ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેમાં ગુણોત્સવ પણ એક અતિ મહત્વનો કાર્યક્રમ છે. ગુજરાત રાજયમાં આ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૦૯ થી થયેલ છે. આ કાર્યક્રમમાં સરકારી શાળાઓ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓને પણ આવરી લવામાં આવે છે.

ગુણોત્સવ સંકલ્પનાઃ

શિક્ષક દ્વારા સિંચાયેલા સદ્ગુણોની મૂલવણીનો ઉત્સવ એટલે ગુણોત્સવ’

  • ‘શાળા શિક્ષકોની શૈક્ષણિક સજ્જતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા, અધ્યયન-અધ્યાપનની ગુણવતા, સહ શૈક્ષણિક પ્રવૃતિઓની અસરકારતા, સંસાધનોનો ઉપયોગ અને જાળવણી તેમજ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે લોકજાગૃતિ માટે લોકભાગીદારીની ચકાસણી તથા ત્રુટિઓના ઉપાય માટે ચિંતન અને અનુવર્તી ઉપચાર કાર્યનો ઉત્સવ એટલે ગુણોત્સવ

ગુણોત્સવ શા માટે ?

  • પ્રાથમિક શિક્ષક્ષણને ગુણવતાસભર બનાવવા માટે રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં દરેક પ્રકારની ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્ય માટે ‘શાળા આરોગ્ય ચકાસણી‘ અને પૌષ્ટિક ભોજન માટે મધ્યાહન ભોજન યોજના કાર્યરત છે. શાળામાં થતાં વિવિધ કાર્યક્રમો, ઉજવણીઓ અભ્યાસિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, શાળા વિકાસ યોજના વગેરેના આયોજન, અમલીકરણ અને દેખરેખ માટે એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ)ની રચના કરવામાં આવી છે.
  • ટૂંકમાં શાળામાં થતાં વિવિધ કાર્યક્રમો, ઊજવણીઓ અને પ્રવૃતિઓની અસરકારકતા કેટલી છે તેમજ ભૌતિક સુવિધાઓનો ઉપયોગ થાય છે કે કેમ ? તેની કેટલી અસર થઈ ? સરકારે શિક્ષણ માટે લીધેલ પગલાઓ અને રચેલી સમિતિઓની કામગીરી કેવી છે ? આ તમામ ગુણવતા ચકાસણી અને તેમાં રહી ગયેલ ત્રુટીઓના ઉપાય માટે Gunotsav જરૂરી છે.

Gunotsav ના હેતુઓ :

  1. શાળાની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બાબતોનું મૂલ્યાંકન
  2. શિક્ષણની ગુણવતા માટે જવાબદાર તંત્ર વિકસાવવું
  3. સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓમાં ગુણવતા સુધારણા
  4. મૂલ્યાંકન માટે શાળા કક્ષાએ ક્ષમતા વિકસાવવી
  5. વર્ગખંડના શૈક્ષણિક કાર્યને ગુણવતા સભર બનાવવું
  6. શિક્ષકો, વાલીઓ અને સમૂદાયમાં જાગૃતિ લાવવી ગુગ્નોત્સવના પરિણામોના આધારે નીતિ વિષયક નિર્ણયો લેવા .

ગુણોત્સવ વ્યાપ

ગુજરાત રાજયમાં કુલ આશરે ૩૪ હજાર જેટલી શાળાઓ આવેલી આ કાર્યક્રમ દરમિયાન દર્શક સી.આર.સી. વાર કોઈ વિસ્તાર બાકી ન રહે તે રીતે ૩૦% જેટલી શાળાઓનું અધિકારીશ્રીઓ દ્વારા બાહ્ય-મૂલ્યાંકન અને બાકીની શાળાઓનું સ્વ-મૂલ્યાંકન કરવામાં આવે છે.

  • દરેક અધિકારીશ્રી દ્વારા દરરોજ એક શાળામાં આ મૂલ્યાંકન થાય છે.
  • દરેક અધિકારીશ્રીને ૧૦ થી ૧૨ શાળાઓનું એક ગ્રુપ આપવામાં આવે છે. જે પૈકી જેતે અધિકારીની યોન કોઈ પણ ત્રણ શાળા પસંદ કરે છે. એટલે અધિકારીશ્રી દ્વારા મૂલ્યાંકન માટે દરેક શાળાએ તૈયારી રાખવી પડે છે. – ધોરણ ૨ થી ૮ મૂલ્યાંકન માટે આવરી લેવામાં આવે છે.
  • જે શાળાઓમાં અધિકારીશ્રીએ ગયા વર્ષે મુલાકાત લીધી હોય તે શાળાઓની મુલાકાત આ વર્ષે પણ મ અધિકારીશ્રી મુલાકાત લઈ શકે છે.

ગુણોત્સવની કાર્યપદ્ધતિ :

ગુણોત્સવ કાર્યક્રમનું બે તબકકામાં કરવામાં આવે છે. જેમાં

(૧) પ્રથમ તબક્કો :

શ્રી મન પ્રથમ તબક્કામાં રાજયની દરેક પ્રાથમિક શાળાઓએ શાળા સ્વ-મૂલ્યાંકન પુસ્તિકાના સ્વરૂપમાં શાળાને લગતી તમામ પ્રકારની માહિતી જાતે જ ભરવાની હોય છે. આ અંગેની એક પ્રત ગુણોત્સવ કાર્યક્રમમાં આવનાર અધિકારીશ્રીને આપવામાં આવે છે

(૨) બીજો તબક્કો :

બીજા તબકકામાં દરેક તાલુકાની ૩૦% શાળાઓનું મૂલ્યાંકન અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ મારફત કરવામાં આવે છે. જેમ નીચે જેવી બાબતોની ચકાસણી અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે છે. જેમાં,

  • શાળા શરૂ થતાં પહેલાં અધિકારી શાળામાં પહોંચી જાય છે અને પ્રાર્થના સભામાં ભાગ લે છે. – શાળા-તપાસણી અને શાળા-મૂલ્યાંકન પુસ્તિકા પ્રમાણે શાળા-તપાસણી કરવામાં આવે છે.
  • અધિકારી મધ્યાહન ભોજનમાં બાળકો સાથે જમે છે,
  • શાળાની ભૌતિક સુવિધા અને બીજી અન્ય બાબતોની જાળવણી અને ઉપયોગની સમીક્ષા અધિકારી દ્વારા કરવામાં આવે છે.
  • શાળાના નિવૃત શિક્ષકો, શાળા પરિવાર અને એસએમસી ના સભ્યો સાથે મીટીંગ રાખી શાળાની શૈક્ષણિક પ્રવૃતિઓ અને ભૌતિક સુવિધાઓ બાબતે ગ્રામજનો પાસેથી અભિપ્રાય મેળવે છે અને ગુણોત્સવના આયોજન બાબતે શાળાની શૈક્ષણિક ગુણવતા સુધારવા સુચનો આપવામાં આવે છે. આ પ્રકારનું મૂલ્યાંકન બાહ્ય મૂલ્યાંકન કહેવાય છે.
  • જયારે બાકીની શાળાઓ જાતે જ મૂલ્યાંકન કરે છે જે સ્વ-મૂલ્યાંકન કહેવાય છે

ગુણોત્સવમાં મૂલ્યાંકન પ્રક્રિયા :

ગુણોત્સવ (Gunotsav) માં સમગ્ર શાળાનું મૂલ્યાંકન થાય છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પણ મૂલ્યાંકન થાય છે. શાળાના સમગ્ર મૂલ્યાંકનમાં ભારાંક નીચે પ્રમાણે છે.

  • ૧. શાળાની શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન ૬૦%
  • ૨. સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ ર૦%
  • ૩. સંસાધનોનો ઉપયોગ, લોકભાગીદારી અને અન્ય ૨૦%

(૧) શાળાની શૈક્ષણિક સિદ્ધિનું મૂલ્યાંકન :

  • ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓનું વાચન, લેખન અને ગણન આધારિત મૂલ્યાંકન અને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીનું સાક્ષરી વિષયોનું ૧૦૦ ગુણની કસોટી દ્વારા MCQS-OMR પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવે છે. ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓના વાચન, લેખન અને ગણનના મૂલ્યાંકન માટે ધોરણ પની ફ્રેમ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો :- ઓનલાઇન બદલી કેમ્પ 2022

(૨) સહઅભ્યાસિક પ્રવૃતિઓનું મૂલ્યાંકનઃ

આ પ્રવૃતિઓમાં પ્રાર્થનાસભા, યોગ, વ્યાયામ, રમત-ગમત, બાળમેળો, ઈકો કલબ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, શાળા પુસ્તકાલય, કમ્પ્યુટર લેબ, પ્રજ્ઞા પ્રોજેકટ, રમતોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મધ્યાહન ભોજન, વર્ગ અને વિદ્યાર્થીઓ સ્વચ્છતા, વાલી સંપર્ક વગેરેના મૂલ્યાંકનના સમાવેશ થાય છે.

(૩) સંસાધનોનો ઉપયોગ, લોકભાગીદારી અને અન્ય ઃ

આ પ્રકારના મૂલ્યાંકનમાં પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, વીજળીકરણ, શાળા બગીચો વગેરેનો સમાવેશ થાય છે.

ગુણોત્સવ સાહિત્ય :

મૂલ્યાંકન માર્ગદર્શિકા અને AV Film CD

  1. શાળા સ્વ-મૂલ્યાંકન પુસ્તિકા
  2. શાળાના શૈક્ષણિક, સહ શૈક્ષણિક અને સંસાધનોનો ઉપયોગ અને લોકભાગીદારીના મૂલ્યાંકન માટેની OMR Sheet
  3. શૈક્ષણિક મૂલ્યાંકન માટે ધોરણ ૨ થી ૫ ની વાચન, લેખન અને ગણનની ફ્રેમો તેમજ ધોરણ દીઠ OMR
  4. ધોરણ ૬ થી ૮ ના MCQ આધારિત પ્રશ્નોપત્ર તેમજ વિદ્યાર્થીદીઠ
  5. A to Z રીપોર્ટ
  6. ગુણોત્સવનો ક્રમિક વિકાસ :Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *