મતદાનના બીજા દિવસે ચૂંટણી કર્મચારીઓને ઓન ડ્યુટી ગણવા બાબત.

મતદાનના બીજા દિવસે ચૂંટણી કર્મચારીઓને ઓન ડ્યુટી :- ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન/પુનઃ મતદાનના બીજા દિવસને મતદાન કર્મચારીઓને ચૂંટણી ફરજ પરનો સમયગાળો ગણવા બાબત.

ઉપરોક વિગતે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨, તા.૦૧/૧૨/૨૦૨૨, ગુરુવાર અને તા.૦૫/૧૨/૨૦૨૨, સોમવાર ના રોજ અનુક્રમે બે તબક્કાઓમાં યોજાવાની છે.

મતદાનના બીજા દિવસને મતદાન કર્મચારીઓને ચૂંટણી ફરજ

સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂરૂં થયા બાદ રીસીવીંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી અને તેઓને ફરજ પર હાજર(On Duty) ગણવાના રહે છે.

આ પણ વાંચો :- આજના ચાંદીના ભાવ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022

ભારતના ચૂંટણી પંચના તા.15/11/1994 ના પત્ર ક્રમાંક:576/11/94/JS.IIની સૂચના અન્વયે મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ જો તેઓની મૂળ કચેરીએ હાજર ન રહી શકે તો આ દિવસને ફરજ પરની હાજરી ગણવાની રહેશે અને તેઓએ તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાનું રહેશે નહી અને જયાં પુનઃ મતદાન યોજાય તેવા કિસ્સામાં પણ જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તો તેવા કિસ્સામાં પણ તેઓને ફરજ પર હાજર(On Duty) ગણવાના રહે છે.

મતદાનના બીજા દિવસે ચૂંટણી કર્મચારીઓને ઓન ડ્યુટી

ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મતદાનના બીજા દિવસે એટલે કે, પહેલા તબક્કાના ૪. ભારતના મતદાનના પછીના દિવસે તા.૦૨/૧૨/૨૦૨૨, શુક્રવાર અને બીજા તબક્કાના મતદાનના બીજા દિવસે તા.૦૬/૧૨/૨૦૨૨, મંગળવારના દિવસે અને જ્યાં પુન: મતદાન યોજાય તેવા કિસ્સામાં જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તેવા કિસ્સામાં ઉપરોક્ત સુચનાઓ લાગુ પડશે.

ઉકત સૂચના સંબંધિત સર્વેના ધ્યાને લાવવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *