જુનિયર કલાકની પરીક્ષા રદ

જુનિયર કલાકની પરીક્ષા રદ Junior Clerk Exam Cancel:- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જાહેરાત ક્માંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે.

જુનિયર કલાકની પરીક્ષા મોકૂફ
પરીક્ષા આપવા જતા વિધાર્થીઓ પરેશાન

Junior Clerk Exam Cancel ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે.

આ પણ વાંચો :- ધોરણ-10 પાસ માટે પોસ્ટ વિભાગમાં બમ્પર ભરતી

આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ

ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે.

સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..

આ પણ વાંચો :- કોઈ પણ ફિલ્મ ડાઉનલોડ કરો 1 જ ક્લિક માં
  1. આજે જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ
  2. પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય
  3. પોલીસ તપાસ દરમિયાન યુવકની ધરપકડ
  4. યુવક પાસેથી મળી હતી પ્રશ્નપત્રની નકલ
  5. પેપર લીક થતાં પરીક્ષા મોકુફ કરાઈ

મંડળના આદેશાનુસાર” તારીખઃ-૨૯-૦૧-૨૦૨૩

ઓફિસિયલ સ્ટેટમેન્ટ જોવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *