WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો

પ્રાથમિક/માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022, જાણો તમામ માહિતી

પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યે અભિગમ બદલાય તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામ કક્ષાની પરીક્ષા લેવામાં આવે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તે અંગેનું જાહેરનામું તા-07-12-2022 ના રોજ બહાર પાડવામાં આવેલ છે.

પ્રાથમિક/માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022

પ્રાથમિક/માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022 : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામ પરીક્ષા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જેમાં પરીક્ષા ક્યારે લેવાશે જેના ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની તમામ માહિતી આપવામાં આવેલ છે. પ્રાથમિક/માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022 માટે ફોર્મ ભરવાની તારીખ 09-12-2022 થી 30-12-2022 સુધીની રહેશે.

ક્રમવિગતતારીખ
1 જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ 07-12-2022
2 ઓનલાઈન આવેદનપત્રો ભરવાનું શરૂઆત થયાની તારીખ 09-12-2022
3ઓનલાઈન આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ 30-12-2022
4પરિક્ષાની તારીખ હવે પછી જાહેર થશે
5પરીક્ષા ફી પ્રાથમિક 50 (પચાસ રૂપિયા)
માધ્યમિક 60 (સહિત રૂપિયા)
6પરીક્ષાનું નોટિફિકેશન વાંચવા અહિયાં ક્લિક કરો

ઉમેદવારની લાયકાત :-

  • પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષા- ૫ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
  • માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ- ૯ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

આ પણ વાંચો : SSC CHSL ભરતી 2022 માં 4500+ જગ્યાઓ પર ભરતી જાહેરાત 2022/23

પરીક્ષા ફી :-

  • પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂ ૫૦/-(અંકે રૂપિયા પચાસ પુરા)
  • માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનીફી રૂ.૬૦/-(અંકે રૂપિયા સાઇઠ પુરા)
  • સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

પરીક્ષા કેન્દ્ર

જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : NMMS પરીક્ષા તારીખ 2023 (NMMS) પરીક્ષાની તારીખ જાહેર

જે શાળામાં માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે શાળામાં ૧૦૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાના વિદ્યાર્થેઓને નજીકના પરીક્ષા કેન્દ્ર અથવા આવી શાળાઓ પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને તે શાળાઓ પૈકી કલ્સટર કહ્યએ કોઇ એક શાળા ખાતે પરીક્ષા કેન્દ્ર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા બાબતે આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડના અક્ષશ્રી કરશે.

પરીક્ષાના સંચાલન અંગે

  • પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાની વારની ઉમેદદારો માટેની લાયકાત અને પરીક્ષા
ઓનલાઇન અરજી કરવા SEB Website અહિયાં ક્લિક કરો
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અહિયાં ક્લિક કરો
માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અહિયાં ક્લિક કરો

Leave a Comment