વિદ્યા સહાયક ભરતી મેરીટ 2022-23

વિદ્યા સહાયક ભરતી મેરીટ 2022-23 :- વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 – ગુજરાતી માધ્યમ) વર્ષ 2022 સામાન્ય ભરતી અંગેની કામચલાઉ મેરીટયાદી જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર.

વિદ્યા સહાયક ભરતી મેરીટ 2022-23

જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી. જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ ના રોજ બપોરે ૧૫.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો :- ધોરણ 10 અને 12 પરીક્ષા કાર્યક્રમ 2023

ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટક્રમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટક્રમ અને મેરીટ વેબ સાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે.

આ પણ વાંચો :- મોબાઈલ ફોનમાં 5G સેટીંગ કરવુ તેના સ્ટેપ

વિદ્યા સહાયક ભરતી મેરીટ જરુરી સૂચનાઓ

ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઇ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તા.૧૩/૧૨/૨૦૨૨ થી તા.૧૫/૧૨/૨૦૨૨ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઇ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૧૩/૧૨/૨૦૨૨ થી તા.૧૬/૧૨/૨૦૨૨ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં.

આ પણ વાંચો :- ગુજરાત મંત્રીમંડળનુ લીસ્ટ 2023

જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે.

આ પણ વાંચો :- JIOનો નવો 90 દિવસનો રિચાર્જ પ્લાન, જાણો સંપુર્ણ માહિતી

ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર

ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓહવે પછી વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું.

વિદ્યા સહાયક ભરતી મેરીટ જોવા અહી ક્લિક કરો
રિઝલ્ટ ગુજ હોમ પેજઅહિ ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *